ખેલ-જગત
News of Friday, 18th January 2019

કોના કારણે રિષભ પંત છે ખુશ?

ભારતીય ક્રિકેટ ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીના ઉત્તરાધિકારી તરીકે જેની ગણના થાય છે એવા રિષભ પંતે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પાકુ કરી લીધુ છે. જો કે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સામેની મર્યાદિત ઓવરોની ભારતીય ટીમમાં તેનો સમાવેશ નથી કરાયો. હાલમાં તે ભારતમાં પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરી રહ્યો છે. દુનિયા સમક્ષ પોતાની ગર્લફ્રેન્ડ દિશા નેગી સાથેનો એક ફોટો શેર કરતાં લખ્યુ હતું કે હું તને ખુશ કરવા માગું છું, કારણ કે તારા કારણે જ હું આટલો ખુશ છું. ઈશા નેગી પણ ઉત્તરાખંડમાં જ રહે છે. તે ઘણી ગ્લેમરસ છે.

(3:26 pm IST)