ખેલ-જગત
News of Tuesday, 17th November 2020

ભારત સામેના મેચમાં ઓસ્ટ્રેલીયાની ટીમ ઉઘાડા પગે મેદાનમાં ઉતરશે : રંગભેદનો વિરોધ કરશે : કાંગારૂઓ ઉઘાડા પગે ગોળાકાર સ્થિતીમાં ઉભા રહેશે : પેટ કમિન્સ

ઓસ્ટ્રેલિયાઇ ખેલાડીઓ દરેક સીરીઝ પહેલા સ્વદેશી લોકોની સંસ્કૃતિને સ્નમાન આપવા માટે મેચ થી પહેલા મેદાન પર ઉઘાડા પગે ઉતારીને ગોળાકાર સ્થિતીમાં ઉભા રહેશે, જેની શરૂઆત ભારત વિરૂધ્ધની વનડે સીરીઝથી થશે ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ વનડે ટીમના વાઇસ કેમ્પટન કેમિન્સે કહ્યુ કે, તેમની ટીમને પોતાના દેશમાં અને દુનિયામાં રંગભેદની સમસ્યા સામે આ ઙ્ગસર્વશ્રેષ્ઠ રીત લાગી.

કેમિન્સે કહ્યું કે, 'અમે ઉઘાડા પગે ગોળાકાર સ્થિતીમાં ઉભા રહેવાનો નિર્ણય લીધો છે. અમે દરેક સીરીઝની શરૂઆતમાં આવું કરીશું. આ અમારા માટે ઘણો સરળ નિર્ણય છે. ના ફકત રમતના રૂપમાં, પરંતુ એ મામલે પણ કે અમે લોકો રંગભેદની બિલકુલ વિરૂધ્ધ છીએ. તેમણે કહ્યું કે અમે ભૂતકાળમાં પુરતા પ્રયત્ન નથી કર્યા અને અમે વધારે સારા થવા ઇચ્છીએ છીએ. અમે અમારા સ્તર પર આને રોકવા અને વધારે સારૂ કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. આ એક નાનકડો પ્રયાસ છે જે અમે આ ગરમીમાં શરૂ કરવા જઇ રહ્યા છીએ'

'બ્લેક લાઇવ્સ મેટર' એટલે કે 'અશ્વેતોની જિંદગી પણ મહત્વ  રાખે છે' આંદોલન સમર્થનમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઘૂંટણ પરના બેસવાને લઇને વેસ્ટેઇન્ડીઝના દિગ્ગજ ક્રિકેટર માઇકલ હોલ્ડિંગે ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટરોની ટીકા કરી હતી. કેમિન્સને પૂછવામાં આવ્યું કે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમે ઘૂંટણ પર બેસવાની વિરૂધ્ધ નિર્ણય કેમ કર્યો? તો તેણે કહ્યું કે, 'કેટલાક લોકો આને અલગ  રીતે દર્શાવવા ઇચ્છતા હોય. પરંતુ અમે ટીમ તરીકે એક સાથે આવ્યા છીએ' અને સમજીએ છીએ કે આ સૌથી સારી રીત છે જેમાં રંગભેદના વિરોધની સાથે સ્વદેશી સંસ્કૃતિનો જશ્ન પણ બનાવીશુ.

(2:16 pm IST)