ખેલ-જગત
News of Sunday, 17th November 2019

એશિયન યુથ બોક્સિંગ ચેમ્પિયનશિપ:ભારતીય મહિલાઓએ જીત્યા પાંચ ગોલ્ડ : પુરુષોએ બે સિલ્વર મેડલ હાંસલ કર્યા

નવી દિલ્હી : એશિયન યુથ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં  ભારતીય મહિલાઓએ પાંચ ગોલ્ડ જીત્યા હતા જયારે  પુરુષોએ બે સિલ્વર મેડલ હાંસલ કર્યા હતા

              નૌરેમ ચાનુ (5૧ કિલો), વિન્કા ( 64 કિલો), સનામાચા ચાનુ ( 75 કિગ્રા), પૂનમ ( 54 કિગ્રા) અને સુષ્મા (81 kg)એ ગોલ્ડ મેડલ જીત્યા હતા. પુરુષ વિભાગમાં સેલાઈ સાઇ (49 કિગ્રા) અને અંકિત નરવાલ (60 કિગ્રા) ને ફાઇનલમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને સંતોષ માનવો પડયો હતો.

             ભારતે આ સ્પર્ધામાં કુલ 12 મેડલ જીત્યા હતા. અરુંધતી ચૌધરી (69 કિગ્રા), કોમલપ્રીત કૌર (81 કિલોગ્રામથી વધુ), જસ્મિન 57 કિલો), સતિન્દર સિંઘ (91 કિગ્રા) અને અમન (91 કિલોથી વધુ) બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. દિવસની શરૂઆત સેલાયે કરી હતી. જેમને કઝાકિસ્તાનના બજરબે ઉલુ મુમહદેસ્ફી સામેની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

              નરવાલ પણ ત્યાર પછી જાપાનના રેઈતો સુતસુમેથી હારનો સામનો કરવો પડ્યો હતો. પૂનમે ચીનના વેઇકી કાઇને હરાવીને ભારતનું ગોલ્ડ મેડલ ખાતું ખોલ્યું હતું. જ્યારે સુષ્માએ કઝાકિસ્તાનના બકીત્ઝાનકીજીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.

(11:15 pm IST)