ખેલ-જગત
News of Sunday, 17th November 2019

પ્રતિબંધ બાદ પૃથ્વી શૉની જબરજસ્ત વાપસી : ફિફટી ફટકારી: 39 બૉલમાં 63 રન બનાવ્યા

ધમાકેદાર કમબેક કરતા પૃથ્વી શોએ માત્ર 32 બોલમાં અર્ધશતક પુરી કરી

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર પૃથ્વી શૉએ પ્રતિબંધ બાદ કમબૅક કરતાં શાનદાર અર્ધશતક લગાડ્યું છે. રવિવારે સૈયદ મુશ્ચાક અલી ટ્રૉફીમાં મુંબઈ તરફથી રમતાં પૃથ્વીએ 39 બૉલમાં 63 રન્સની ઇનિંગ રમી હતી આ મેચમાં ભારતીય ટેસ્ટ ટીમના યુવા ઓપનર પૃથ્વી શૉએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) તરફથી મૂકવામાં આવેલા 8 મહિનાના બૅન બાદ કમબૅક કર્યું છે. બીસીસીઆઇના ટી-20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં મુંબઇ તરફથી પૃથ્વીએ અર્ધશતક લગાડતા શાનજાર કમબૅક કરી છે. 

 અસમ વિરુદ્ધ રમવા ઉતરેલા પૃથ્વીએ આદિત્ય તરે સાથે મળીને આ મેચની શરૂઆત કરી. બૅન પછી પહેલી વાર મેદાન પર ઉતરીને પૃથ્વીએ સારી શરૂઆત કરી છે અને ફક્ત 32 બૉલમાં અર્ધશતક પૂરું કર્યું છે. 39 બૉલ રમીને 63 રન્સની જબરજસ્ત ઇન્નિંગ રમી હતી  આ મેચમાં પૃથ્વીના બેટિંગથી 7 ચોગ્ગા અને 2 છગ્ગા લગાડ્યા હતા . પૃથ્વીની આ રમતના બેઝ પર મુંબઇએ 205 રન્સનું સ્કોર બનાવ્યું.હતું 

(6:54 pm IST)