ખેલ-જગત
News of Sunday, 17th November 2019

મેસીના વિજયી ગોલથી આર્જેન્ટીનાએ બ્રાઝિલને હરાવ્યું

રિયાદઃ લિયોનેલ મેસીના આંતરરાષ્ટ્રીય ફુટબોલમાં વાપસી ઉપર કરવામાં આવેલા ગોલની મદદથી આર્જેન્ટીનાએ રિયાદમાં મૈત્રી મેચમાં ચિર પ્રતિદ્વંદ્વી બ્રાઝિલ ઉપર ૧-૦ થી જીત મેળવી હતી. બાર્સેલોનાના ફોરવર્ડ ખેલાડીએ દક્ષિણ અમેરિકી ફૂટબોલમાં સતારૃઢ જુથ ઉપરનો ભ્રષ્ટાચારનો આરોપ મુકયો હતો. જેને લઇને કોનમેબોલે તેને સસ્પેન્ડ કર્યા હતા. મેસીએ કિંગ સૌદ યુનિવર્સિટી સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં ૧૩ મિનીટે ગોલ કર્યો હતો.

 

(1:03 pm IST)