ખેલ-જગત
News of Saturday, 17th November 2018

વુમન વિશ્વકપ-ટી-20 :ભારતીય મહિલા ટીમનો સતત ચોથો વિજય:ઓસ્ટ્રેલિયાને 48 રને હરાવ્યું

સ્મૃતિ મંધાનાને મેન ઓફ ધ મેચ : ભારત પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને

 

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટીમે ટી20 વિશ્વકપમાં વિજય અભિયાન જાળવી રાખતા ગ્રુપ સ્ટેજના અંતિમ મેચમાં મજબૂત ઓસ્ટ્રેલિયાની ટીમને 48 રને પરાજય આપ્યો હતો. વિજય સાથે ભારતની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. બંન્ને ટીમોએ સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો હોવાને કારણે મેચ માત્ર ઔપચારિકતા હતો

 . ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટના ભોગે 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.4 ઓવરમાં 119 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી 83 રન ફટકારનાર સ્મૃતિ મંધાનાને મેન ઓફ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો

  ભારત તરફથી અનુજા પાટિલે 15 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. સિવાય દીપ્તિ શર્મા, રાધા યાદવ અને પૂનમ યાદવને બે-બે સફળતા મળી હતી

  ઓસ્ટ્રેલિયન ટીમને દીપ્તિ શર્માએ ઈનિંગની પાંચમી ઓવરમાં સતત બે ઝટકા આપ્યા. ઓવરના પ્રથમ બોલ પર  એલિસ વિલાની (6)નો કેચ વેદા કૃષ્ણામૂર્તિએ ઝડપ્યો હતો. તેના પછીના બોલ પર બેથ મૂની (19)ને બોલ્ડ કરી  ઓસ્ટ્રેલિયાનો સ્કોર 2 વિકેટ પર 27 રન થઈ ગયો હતો. કેપ્ટન મેગ લેનિંગ (10) રાધા યાદવનો શિકાર બની હતી.  ત્યારબાદ પૂનમ યાદવે એશલેઘ ગાર્ડનર (20)ને આઉટ કરી હતી.

(12:21 am IST)