ખેલ-જગત
News of Saturday, 17th November 2018

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ શ્રેણીની ટ્રોફીનું નામ ‘ઓયે હોયે’ સોશ્યલ મીડીયામાં બન્યુ મજાકનું કારણ

 

નવી દિલ્હીઃ ભારત સાથે ક્રિકેટ રમવા માટે આજીજી કરી રહેલા પાકિસ્તાનની હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડી રહી છે. તેની પાછળ ત્યાં રાખવામાં આવેલી ટ્રોફીનું નામ છે. હકીકતમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી સીરીઝ માટે ટ્રોફીનું નામ ઓયે હોયે રાખવામાં આવ્યું છે. આ કારણે સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ મજાક ઉડી રહી છે.

ગુરુવારે પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્રોફીની તસવીર શેર કરી હતી. ટ્રોફી સાથે પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અને ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન જોવા મળી રહ્યા છે. ટ્રોફીના શેપ અને તેના પર લખેલું ઓયે હોયે કેટલાક લોકોને પસંદ ન આવ્યું.

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન સૌની સામે હાંસીને પાત્ર બન્યું હોય. આ પહેલા ઓસ્ટ્રેલિયા સાથે થયેલી સીરિઝમાં ટ્રોફીનું નામ બિસ્કીટ ટ્રોફી હતું. જેના કપ પર બિસ્કીટ લાગેલું હતું. તેના પર પણ લોકોએ પીસીબીને ખૂબ ટ્રોલ કર્યું હતું.

જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સાથે થયેલી સીરિઝ પાકિસ્તાને 3-0થી જીતી ગયું હતું. પરંતુ ફેન્સનું ધ્યાન તેમ છતાં ટ્રોફીના શેપ પર હતું. તેના પર શરમમાં મૂકાયેલા ટ્રોફીના શેપ પાછળનું કારણ જાણવા માટે તપાસ કરાવી હતી.

(7:23 pm IST)