ખેલ-જગત
News of Saturday, 17th November 2018

ગોલ્ડન ગર્લ હિમા દાસ બની યૂનીસેફ ઈન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર

નવી દિલ્હી :એશિયન ગેમ્સ ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ગોલ્ડન ગર્લ હિમા દાસને યુનીસેફ ઈન્ડિયાની યૂથ એમ્બેસેડર બનાવવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે યુનીસેફ સમગ્ર દુનિયામાં બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય તથા સુરક્ષા વગેરે માટે કાર્ય કરે છે. તેમજ તેની સાથે અનેક સેલિબ્રિટિઝ પણ જોડાએલા છે. આ અંગ હિમાદાસે જણાવ્યુ કે, તે યનીસેફ ઈન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર બનીને ખૂબ જ ખૂશ છે

(5:39 pm IST)