ખેલ-જગત
News of Wednesday, 17th October 2018

ધોનીની પુત્રી જીવાનો ફિટનેશ વિડિઓ આવ્યો સામે

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી જીવા ફિટનેસના મામલામાં તેના પિતાના નક્શકદમ પર ચાલતી નજરે પડી રહી છે. ધોનીની પત્ની સાક્ષીએ ઇંસ્ટાગ્રામ પર જીવાનો એક વીડિયો શેર કર્યો છે. જેમા તે ખૂબ મુશ્કેલ માનવામાં આવી રહેલી એક્સર્સાઇઝ પ્લેંક કરતી જોવા મળી રહી છે. જીવા ખૂબ પ્રોફેશનલ અંદાજમાં તેને કરી રહી છે.3 વર્ષની જીવા જે અંદાજમાં પ્લેંક કરી રહી છે તેને જોઇને કોઇ પણ હેરાન થઇ શકે છે. સાક્ષીએ પણ માન્યું તે તેની પુત્રી પ્લેંકના મામલામાં તેનાથી પણ સારી છે. સાક્ષીએ આ વીડીયોને શેર કરતા લખ્યું કે, હાં, હાં… તે મારાથી પણ વધારે પોતાને વધારે સેકન્ડ સુધી રોકી શકે છે. જીવાની આ વીડિયોને અત્યાર સુધી 4 લાખથી વધારે લોકો જોઇએ ચૂક્યા છે. એટલું જ નહીં, એક લાખથી પણ વધારે લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે. 37 વર્ષના ધોની રજાઓનો લુત્ફ ઉઠાવી રહ્યો છે. તે હાલમાં રાંચીના માં દિઉડી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

(5:25 pm IST)