ખેલ-જગત
News of Wednesday, 17th October 2018

પેરા ઓલમ્પિકના ખેલાડીઓનું સરકારે રોકડ પુરસ્કાર આપી કર્યું સન્માન

નવી દિલ્હી: એશિયન પેરા ઓલમ્પિક ગેમ્સમાં પદક વિજેતાઓને દેશના અસલી આઇકોન બતાવીને સરકારે રોક્સ પુરસ્કાર આપી સન્માન કર્યું છે. ગોલ્ડ પદક વિજેતાઓને 30 લાખ રૂપિયા, સિલ્વર પદક વિજેતાઓને 20 અને બ્રોન્ઝ પદક વિજેતાઓને 10.10 લાખ રૂપિયા આપ્યા છે. ભારતીય પેરા ખેલાડીઓએ જકરતામાં યોજાયેલ ગેમ્સમાં 15 ગોલ્ડ સહિત 72 મેડલ મેળવ્યા છે. આ અવસર પર હાજર ભારતના રમત મંત્રી રાજ્યવર્ધન રાઠોડે કહ્યું કે પેરા ખેલાડીઓ દેશના અસલી આઇકોન છે. આ સફર આસાન નથી કેમ કે તમારા જીવનમાં અનેક મુશ્કેલી અડચણ થઈને ઉભી હોય છે આ તમને પર કરીને તમે દેશનું નામ રોશન કરો છો.

(5:28 pm IST)