ખેલ-જગત
News of Wednesday, 17th October 2018

સૂરજ પન્વારે ૫૦૦૦ મીટર વોકમાં જીત્યો સિલ્વર યુથ ઓલિમ્પિકસમાં માત્ર ૭ સેકન્ડ માટે ચૂકયો ગોલ્ડ મેડલ

બ્યુનસ આયરસમાં ભારતના સૂરજ પવારે યુથ ઓલિમ્પિકસની એથ્લેટિકસ સ્પર્ધામાં મીટર વોક ૨૦ મિનિટ અને ૩૫.૮૭ સેકન્ડમાં પૂરી કરીને પહેલું સ્થાન મેળવ્યું અને બધાં પરિણામો મળીને બીજા સ્થાન પર રહ્યો હતો.

નવા ફોર્મેટ પ્રમાણે, ટેક એન્ડ ફીલ્ડ (૪ કિલોમીટર ક્રોસ કન્ટી સિવાય) ઇવેન્ટની ફાઇનલ નહીં રમાય. દરેક સ્પર્ધા બે વખત રમાશે અને બન્ને રાઉન્ડનાં પરિણામ મળીને પોઇન્ટ ટેબલ તૈયાર થશે. ૧૭ વર્ષનો સૂરજ પન્વાર પહેલા રાઉન્ડમાં ૨૦ મિનિટ અને ૨૩.૩૦ સેકન્ડ સાથે બીજા સ્થાને રહ્યો હતો. પહેલા સ્થાને ઇકવેડોરનો પંટિન પહેલા સ્થાને રહ્યો હતો. પેટિને ૨૦ મિનિટ અને ૧૩.૬૯ સેકન્ડ અને ૨૦ મિનિટ ૩૮.૧૭ સેકન્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.(૩૭.૮)

(4:04 pm IST)