ખેલ-જગત
News of Tuesday, 17th September 2019

વર્લ્ડકપ દુનિયાભરના ૧.૬ અબજ લોકોએ નિહાળ્યો હતો : ઈતિહાસમાં સૌથી વધુ વ્યુઅર્સ થયા : ભારત - પાક. મેચ ૨૭.૩ કરોડ લોકોએ લાઈવ નિહાળ્યો'તો

દુબઈ : દુનિયાભરમાં ક્રિકેટના ચાહકોની સંખ્યા અન્ય ગેમ કરતાં વધારે છે એમ કહેવામાં કદાચ અતિશયોકિત નહીં હોય. એમાં પણ જયારે વર્લ્ડ કપ હોય ત્યારે દરેક દેશનો પોતાનો એક અલગ જ ઉત્સાહ હોય છે. હાલમાં પ્રાપ્ત થયેલા સમાચાર પ્રમાણે આઇસીસી વર્લ્ડ કપ ર૦૧૯ જોનારા લોકોનો આંકડો અત્યાર સુધીનો સૌથી મોટા આંકડા તરીકે નોંધાયો છે.

આઈસીસીના ઇતિહાસમાં કોઈ પણ ટુર્નામેન્ટને આટલા વધુ વ્યુઝ નથી મળ્યા. આ વર્લ્ડ કપની મજા દુનિયાભરના અંદાજે ૧.૬ અબજ લોકોએ વિવિધ માધ્યમ થકી માણી હતી, જે પાછલા વર્લ્ડ કપ કરતાં ૩૮ ટકા વધારે છે. આઇસીસીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે હોટસ્ટાર જેવા પ્લેટફોર્મને પણ ઉકત આંકડામાં ગણી લેવામાં આવ્યું છે. ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઇનલનું લાઇવ સ્ટ્રીમિંગ અંદાજે ૨.૫૩ કરોડ લોકોએ જોયું હતું, જયારે કિકેટજગતના સૌથી મોટા રાઇવલ ભારત-પાકિસ્તાનની મેચ ૨૭.૩ કરોડ લોકોએ લાઇવ જોઈ હતી.

અંદાજે ૨૦,૦૦૦ કલાક આ ટૂર્નામેન્ટની મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ અને હાઇલાઈટ જોવાઈ હતી. આ મેચ લગભગ ૨૦૦ દેશોમાં રપ બ્રોડકાસ્ટ પાર્ટનરની મદદથી જોવાઈ હતી.

(3:40 pm IST)