ખેલ-જગત
News of Monday, 17th September 2018

કેરોલીના મારીન બની જાપાન ઓપન ચેમ્પિયન

ઓલિમ્પિકસ અને ત્રણ વખત વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતનારી સ્પેનની કેરોલિના મારિને જપાનની નોજોમી ઓકુહારાને ૨૧-૧૯, ૧૭-૨૧, ૨૧-૧૧થી હરાવીને જપાન ઓપન ટાઇટલ જીતી લીધું હતું. મારિને આ માટે એક કલાક ૧૫ મિનિટનો સમય લીધો હતો. તો પુરુષોની સ્પર્ધામાં જપાનના મોમાટો કેન્ટોએ થાઇલેન્ડના ખેલાડીને એકતરફી મેચમાં ૨૧-૧૨, ૨૧-૧૧થી હરાવીને ચેમ્પિયન બન્યો હતો.

(3:46 pm IST)