ખેલ-જગત
News of Monday, 17th September 2018

કેન્યાના રનરે તોડ્યો મેરેથોનનો વર્લ્ડ રેકોર્ડ

કેન્યાના ઓલિમ્પિકસ મેરથોન ચેમ્પિયન એલિયુડ કિપચોચે મેરથોનનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ૩૩ વર્ષના કિપચીચે બર્લિન મેરેથોનમાં ૨ કલાક ૧ મિનિટ અને ૩૯ સેકન્ડનો સમય લઈ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વર્તમાન સમયના સૌથી મહાન મેરેથોન રનર કિપચોચે ૪૨.૧૯૫ કિલોમીટરની આ રેસ પૂરી કરવામાં પોતાના જ દેશના ડેનિસ કિમતોના રેકોર્ડ કરતાં ૧ મિનિટ અને ૧૪ સેકન્ડ ઓછો સમય લીધો હતો. આ રેકોર્ડ પણ અહીં જ ૨૦૧૪માં બન્યો હતો. પ૦૦૦ મીટરના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને ૨૦૧૬ રિયો ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ જીતનાર કિપચોચે પોતાની આ સિદ્ઘિ બાદ કહ્યું હતું કે મારી પાસે આ વિજયને વર્ણવવા માટે શબ્દ નથી. હું ખુશ છું કે મેં વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.

(3:45 pm IST)