ખેલ-જગત
News of Tuesday, 17th July 2018

ફ્રાન્સ ભલે ચેમ્પિયન બન્યુ, પણ ચર્ચામાં છવાઈ પુતિનની છત્રી

ફ્રાન્સે ક્રોએશિયાને ૪-૨થી હરાવીને બીજી વખત ટાઈટલ જીત્યુ હતું. જો કે સોશ્યલ મીડિયામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની છત્રીની ઘણી ચર્ચા હતી. મેચ બાદ પુરસ્કાર વિતરણ સમારંભની તૈયારી દરમિયાન વરસાદ આવ્યો હતો. આ સમારોહમાં પુતિન ઉપરાંત ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોન અને ક્રોએશિયાના રાષ્ટ્રપતિ કોલિન્દા ગ્રેબર - કિતારોવિક પણ હાજર હતા, પરંતુ વરસાદ ચાલુ થતાં રશિયાના સુરક્ષાકર્મીઓ એક છત્રી લઈને આવ્યા જેનાથી તેમણે પુતિનને ભીંજાતા બચાવ્યા હતા, પરંતુ ફ્રાન્સ અને ક્રોએશિયાના રાષ્ટ્રપતિ ભીંજાતા હતા.

ઘણા સમય સુધી બીજી છત્રીઓ આવી નહોતી. પુતિને કોઈ શિષ્ટાચાર દેખાડ્યો નહોતો તેમ જ છત્રી નીચે ઉભા રહ્યા હતા. ત્યારબાદ મીડીયા અને સોશિયલ મીડીયામાં પુતિનની છત્રીની ચર્ચા શરૂ થઈ હતી જેણે ફ્રાન્સના વિજયને પણ ઝાંખો પાડી દીધો હતો. જો કે ત્યારબાદ ઘણી બધી છત્રીઓ આવી, પરંતુ પુતિનની છત્રીની ચર્ચા ચાલુ જ રહી હતી.

(4:13 pm IST)