કમિન્સ, વોર્નર, સ્મિથ સહિતના ખેલાડીઓ બાંગ્લાદેશ-વિન્ડીઝના પ્રવાસે નહીં જાય
ઓસ્ટ્રેલીયા વેસ્ટ ઇન્ડિઝમાં પાંચ ટી-ર૦, ૩ વન-ડે અને બાંગ્લાદેશમાં પ ટી-ર૦ મેચો રમશે
નવી દિલ્હી, તા. ૧૭ : બાંગ્લાદેશ અને વેસ્ટઇન્ડિઝ સામે ઓસ્ટ્રેલીયા ટીમની જાહેરાત કરવામાં આવી છે.
સ્મિથ-વોર્નર જેવા સ્ટાર ખેલાડીઓને આરામ અપાયો છે. કારણે સ્મિથ, પેંટકમિસ, અને ડેવિડવોર્નર, જેવા સાત ઓસ્ટ્રેલીયા ખેલાડી વેસ્ટડીઝ અને બાંગ્લાદેશ સામે લિમિટેડ ઓવર સીરીઝમાંથી બહાર થઇ ગયા છે.
ઓસ્ટ્રેલીયાએ ૧૮ સભ્યોની ટીમની ઘોષણા જાહેર કરવામાં આવી છે. પેંટકમિંસ, ડેવિડ વોર્નર, ગ્લેન મૈકસવેલ, સ્ટીવસ્મિથ, માર્કસ સ્ટોનિસ, જાય રિચર્ડસને કેન રિચર્ડસને સીરીઝમાં રમવાની ના પાડી દીધી છે.
ઓસ્ટ્રેલીયાની ટીમ ર૮ જુને વેસ્ટડીઝ જવા માટે રવાના થશે. ૯ થી ર૪ જુલાઇ પાંચ ટી-ર૦ અને ૩ વન-ડે મેચ સીરીઝ રમાશે. ત્યાર પછી બાંગ્લાદેશ સામે પાંચ ટી-ર૦ મેચ સીરીઝ રમાશે.
ઓસ્ટ્રેલીયા ટીમ આ મુજબ એરોજન ફીંચ (કેપ્ટન) અશ્ટન અગર વેસ અગર જેસન બેહરેનડોર્ફ, એલકસ કેરી, ડૈન, કિશ્ચિયન, જોશહેઝલવુડ મોઇસેસ હેનરિકસ, મિશેલ માર્શ, બેન મૈકડરમોટ, રિલેમેેરેડિથ, જોશ ફિલિપ, મિશેલ સ્ટાર્ક, મિશનેલ સ્વેપસનઅ અશ્ટન ટર્નર, એડયુટાર્ટ મૈથ્યુ વેડ, અડમ અમ્પા.