ખેલ-જગત
News of Sunday, 17th June 2018

વિશ્વનો સૌથી પૈસાદાર ફૂટબોલર રોનાલ્ડો છે ચાર ગર્લફ્રેન્ડ : ચાર બાળકોનો બન્યો છે કુંવારો પિતા! !

બોલીવુડની અભિનેત્રીઓ સાથે પણ રોનાલ્ડોના અફેરની ચર્ચા જાગી હતી

વિશ્વના સૌથી પૈસાદાર ફૂટબોલર પોર્ટુગલનો ક્રિસ્ટિયા રોનાલ્ડો, પૈસાદાર હોવાની સાથે રોનાલ્ડોની ચાર ગર્લફ્રેન્ડ છે, જો કે તેણે કોઇ સાથે લગ્ન કર્યા નથી,પરંતુ ચાર બાળકોનો કુંવારો પિતા છે, કહેવામાં આવે છે કે રોનાલ્ડો કેલેન્ડરની જેમ ગર્લફ્રેન્ડ બદલે છે

  ફિફા વર્લ્ડ કપ શરૂ થયાને થોડા સમય પહેલા જ રોનાલ્ડો ચોથા બાળકનો પિતા બન્યો છે, તેની હાલની ગર્લફ્રેન્ડ અને સુંદર સ્પેનીસ મોડેલ જાર્જિયાના રોડ્રિગેઝએ પુત્રીને જન્મ આપ્યો છે, છેલ્લા એક વર્ષમાં તે પોર્ટુગલ સુપરસ્ટાર સાથે રિલેશનશિપમાં છે.

   જાર્જિયાના વિશ્વની જાણીતી બ્રાંડ ગુક્કીની મોડલ રહી ચૂકી છે, વર્ષ 2016ના અંતમાં રોનાલ્ડો સાથે તેની મુલાકાત પ્રથમવખત સ્પેનમાં રોનાલ્ડોસાથે ગુક્કીના શોરૂમમાં થઇ હતી. રોનાલ્ડો સ્પેનના જાણીતા ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડ તરફથી રમે છે. રોનાલ્ડોએ કહ્યું કે ચોથી વખત પિતા બનીને તે ખૂબ જ ખુશ છે, સાથે તેણે પોતાનો ફોટો શેર કર્યો હતો.

  વર્ષ 2016માં જ રોનાલ્ડોને પૂર્વ મિસ સ્પેન ડેઝિયર કોર્ડેરોએ ઘાયલ કર્યો હતો, કહેવામાં આવે છે કે કોર્ડેરો સાથે રોનાલ્ડોએ એટલા માટે બ્રેકકરી લીધું કારણ તે તેને લાગ્યું કે કોર્ડેરો તેનો ઉપયોગ કરી રહી છે. જો કે આ પહેલા લોકોનું માનવું હતું કે રશિયન બ્યૂટી ઇરીના સાથે તેનું અફેયર ખૂબ જ સીરિયસ હતું. રોનાલ્ડો ઇરીના સાથે જ લગ્ન કરશે ત્યાં સુધી વાત પહોંચી ગઇ હતી. પાંચ ફૂટ દશ ઇંચની ઇરીનાનું પૂરું નામ વેલેરીના શાયખિસ્લામોવા હતું, કહેવામાં આવે છે કે ઇરીના દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાંથી એક છે.

  થોડા વર્ષો પહેલા બ્રાઝિલની મોડેલ મિસ બમબમે ખુલાસો કર્યો કે કેવી રીતે રોનાલ્ડો તેના પ્રેમમાં પડ્યો, અને રોનાલ્ડોએ તેણીને મેડ્રિડ આવવા આમંત્રણ આપ્યું. એટલું જ નહીં મોંઘી હોટલાં રોકાવવાની વ્યવસ્થા કરી, અહીં તેણીએ રોનાલ્ડો સાથે આખી રાત વિતાવી હતી, અફેયરની વાત થોડા દિવસો જ ચાલી.

  રોનાલ્ડોનું અવારનવાર યુવતીઓ સાથે ચર્ચાતું રહે છે, પ્રેમિકાઓના લિસ્ટમાં અનેક હોલિવૂડની જાણીતી અભિનેત્રીઓનું નામ પણ છે. રોનાલ્ડોના રોમાન્સ લિસ્ટમાં જાણીતી મોડલ કિમ કાર્દાશિયા, જાર્ડના જોર્ડન, મિરાલા ગ્રિસલેસ, પેરિસ હિલ્ટન, ડેવિએલ અગુએર, માર્ચે રોમારિયો, નિકી ગાઝિયન, એલિસ ગુડવિન અને જેમા એટકિંસન જેવા નામનો સમાવેશ થાય છે. આ નામમાં કેટલીક અભિનેત્રીઓએ જાહેરમાં સ્વીકાર્યું કે તે રોનાલ્ડોને ડેટ કરે છે.

  રોનાલ્ડોએ વર્ષ 2009 અથવા 2010માં અમેરિકામાં કોઇ બારમાં બારગર્લ સાથે મુલાકાત થઇ હતી, બંને એકબીજાને પસંદ આવી ગયા અને સાથે સમય વિતાવ્યો, બાદમાં બારગર્લ માતા બની તો તેણીએ રોનાલ્ડોનો સંપર્ક સાધ્યો, જો કે રોનાલ્ડોએ સરત રાખી કે જો ડીએનએ ટેસ્ટમાં સાબિત થશે તે બાળક તેનું છે તો કે બાળકને અપનાવી લેશે. કહેવામાં આવે છે કે રોનાલ્ડોએ બારગર્લને 20 મિનિલયન એટલે કે 120 કરોડ રૂપિયા આપ્યા હતા.

  બોલીવૂડ એક્ટ્રેસ બિપાસા બસુ સાથે પણ રોનાલ્ડોની એક કિસ ચર્ચા જગાવી હતી. પોર્ટુગલમાં એક ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં રોનાલ્ડો અને બિપાશાની મુલાકાત થઇ જ્યાં રોનાલ્ડોએ બિપાસાને કિસ કરી હતી. એટલું જ નહીં બંનેએ ડાંસ પણ કર્યો હતો. ત્યારબાદ બોલીવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડા સાથે પણ રોનાલ્ડોના અફેરની ચર્ચા જાગી હતી. બંને અનેક પાર્ટીમાં સાથે ડાંસ કરતાં પણ નજરે પડ્યા હતા.

  ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોર્ટુગલના એક ગરીબ પરિવારમાં જન્મ્યો હતો, એક રૂમમાં માતા-પિતા અને ભાઇ-બહેન રહેતા હતા, 52 વર્ષની ઉંમરમાં વધુ દારૂ પીવાને કારણે પિતાનું મોત થઇ ગયું. બાળપણથી જ રોનાલ્ડોને ફૂટબોલનો શોખ હતો. બાળપણમાં રોનાલ્ડોએ ટીચરને ગુસ્સામાં કુર્સી મારીહતી. 14 વર્ષની વયે પોર્ટુગલ ફૂટબોલ ટીમમાં સામે થયો અને ત્યારબાદથી તેણે પાછળ વળીને જોયું નથી.

(10:03 pm IST)