ખેલ-જગત
News of Friday, 17th May 2019

વર્લ્ડ કપથી પહેલા રોહિત શર્મા પરિવાર સાથે માલદીપ વેકેશનની માની રહ્યો છે મજા

નવી દિલ્હી: વખતે વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં રમશે. મહાન ક્રિકેટ મહાસંગ્રાહમ 30 મેથી શરૂ થશે અને 14 જુલાઇ સુધી ચાલશે. ભારતીય ક્રિકેટ ટીમ 22 મી મેના રોજ વિશ્વકપ માટે ઇંગ્લેન્ડ જશે.અગાઉ, ભારતીય ટીમના ખેલાડીઓ તેમના પરિવારો સાથે સમય પસાર કરી રહ્યા હતા, જેમની તસવીરો પણ સોસીયલ મીડિયા પર વાયરલ બની રહી છે. ટુર્નામેન્ટ પહેલા, ટીમના ઉપ-કેપ્ટન અને ઓપનર રોહિત શર્મા પણ પોતાના પરિવાર સાથે સમય પસાર કરે છે.રોહિત તેની પત્ની રિતિકા, પુત્રી સમાયરા અને અન્ય પરિવારના સભ્યો સાથે તેમની રજાઓ માટે માલદીવ પહોંચ્યા છે. રોહિત અને રિતિકાએ માલદિવ્સના આનંદ દરમિયાન તેમના સત્તાવાર Instagram એકાઉન્ટ પર તસવીરો પોસ્ટ કરી છે.

(5:27 pm IST)