ખેલ-જગત
News of Thursday, 17th May 2018

મહિલા ટી-20 મેચ માટે બે ટીમો જાહેર : IPL -11ના ક્વોલિફાયર મુકાબલા અગાઉ સ્મૃતિ મંધાના અને હરમનપ્રિત કૌરની ટીમ વચ્ચે ટક્કર

મુંબઈઃમહિલા ટી -20 મેચ માટે બે મહિલા ટિમ જાહેર કરાઈ છે બીસીસીઆઈ દ્વારા આઇપીએલ-11ના ક્વોલિફાયર મુકાબલા અગાઉ 22મી મેના રોજ યોજાનાર મહિલા ટી-20 મેચ માટે બે ટીમોની જાહેરાત કરાઈ છે જેમાં વાનખેડેમાં યોજાનાર મુકાબલો સ્મૃતિ મંધાનાના IPL ટ્રેલબ્રેજર અને હરમનપ્રીત કૌરના સુપરનોવાની કેપ્ટન જાહેર થયા છે .

    મેચમાં 26 ખેલાડીઓ હશે જેમાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના 10 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામેલ છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગ હરમનપ્રીત કૌરની સુપરનોવા ટીમમાં સામેલ કરાઈ છે.

   સ્મૃતિ મંધાના (કેપ્ટન), એલિસા હેલી, સુઝી બેટ્સ, દીપ્તિ શર્મા, બેથ મૂની, જેમિમા રોડ્રિગ્ઝ, ડેનિયલ હેઝલ, શિખા પાંડે, લી તહુહુ, જૂલન ગોસ્વામી, એકતા બિષ્ટ , પૂનમ યાદવ, ડાયલન હેમલતા.

    હરમનપ્રીત કૌર(કેપ્ટન), ડેનિયલ વેટ, મિતાલી રાજ, મેગ લેનિંગ, સોફી ડિવાઇન, એલિસે પેરી, વેદા કૃષ્ણર્મૂતી, મોના મેશરામ, પૂજા વસ્ત્રાકર, મેગન સ્કટ, રાજેશ્વરી ગાયકવાડ, અનુજા પાટિલ, તાનિયા ભાટિયા.

(12:40 am IST)