ખેલ-જગત
News of Thursday, 17th May 2018

શું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમેચમાં ટોસ ઉછાળવાની પરંપરા ખતમ થશે?:મુંબઈની બેઠકમાં ICC કરશે મોટો નિર્ણય

 

નવી દિલ્હી: શું આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી ટોસને અલવિદા કહી દેવું જોઇએ, કેમ ? ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ક્રિકેટ કમિટીની મુંબઇમાં 28 અને 29 મે થનારી બેઠકમાં એની પ્રાસંગિકતા અને નિષ્પક્ષતા પર ચર્ચા કરવામાં આવશે

    અહેવાલ મુજબ 'ટેસ્ટ ક્રિકેથી મૂળ રૂપથી જોડાયેલા ટોસને ખતમ કરવામાં આવી શકે છે. આઇસીસી ક્રિકેટ કમિટી એની પર ચર્ચા કરવા માટે તૈયાર છે કે મેચ પહેલા સિક્કો ઊછાળવાની પરંપરા સમાપ્ત કરવામાં આવે, જેનાથી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઘરેલૂ મેદાનોથી મળતા ફાયદાને ઓછા કરવામાં આવી શકે
    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સિક્કો ઊછાળવાની પરંપરા એટલે કે ટોસની પરંપરા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 1877માં રમવામાં આવેલી પહેલી ટેસ્ટ મેચથી ચાલી આવી છે. એનાથી એવું નક્કી કરવામાં આવે છે કે કઇ ટીમ પહેલા બેટિંગ અથવા બોલિંગ કરશએ. સિક્કો ઘરેલૂ ટીમનો કેપ્ટન ઊછાળે છે અને મહેમાન ટીમનો કેપ્ટન 'હેડ અથવા ટેલ' બોલે છે. પરંતુ તાજેતરમાં એની પ્રાસંગિકતા પર પ્રશ્નો ઊભા થયા છે

(11:01 pm IST)