ખેલ-જગત
News of Thursday, 17th May 2018

પાકિસ્તાન સામેની ટેસ્ટ - સિરીઝ માટે જોસ બટલર, બેન સ્ટોકસ અને માર્ક વુડનો ઈંગ્લેન્ડની ટીમમાં સમાવેશ

દોઢ વર્ષ પછી ટીમમાં સ્થાન પામેલો બટલર આઈપીએલ છોડીને ઈમોશનલ મેસેજ આપીને વતન પાછો ફર્યો

ઈંગ્લેન્ડ ૨૪ મેથી લોડ્ર્સના મેદાનમાં પાકિસ્તાન સામે પહેલી ટેસ્ટ મેચ રમશે. ભારતથી રવાના થતાં પહેલા જોસ બટલરે એક ઈમોશનલ મેસેજ કર્યો હતો અને એમાં લખ્યુ હતું કે બધાનો ખૂબ ખૂબ આભાર. રાજસ્થાન રોયલ્સ સાથે સારો સમય વિત્યો. ભારતમાં ગત થોડા અઠવાડીયા ઘણા શાનદાર રહ્યા. બધા સાથે વિતાવેલો સમય પણ સારો રહ્યો. જોસ બટલરે ઈંગ્લેન્ડ વતી છેલ્લે ૨૦૧૬ના ડિસેમ્બરમાં ભારતમાં ચેન્નઈમાં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. આ વર્ષે આઈપીએલમાં તેના સારા દેખાવને કારણે આશરે દોઢ વર્ષ બાદ તેને પાછો બોલવવામાં આવ્યો છે.

(4:23 pm IST)