ખેલ-જગત
News of Thursday, 17th May 2018

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-૨૦ મેચમાં વર્લ્ડ ઈલેવનમાં નેપાલના પ્લેયરનો સમાવેશ

વેસ્ટ ઈન્ડિઝમાં વાવાઝોડામાં તૂટી ગયેલા ક્રિકેટના મેદાનોને રિપેર કરવા માટે ફન્ડ એકઠુ કરવા ૩૧ મેએ લોડ્સના મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ અને વર્લ્ડ ઈલેવન વચ્ચે મેચ યોજવામાં આવી છે અને આ ટીમમાં નેપાલના લેગ-સ્પિનર સંદિપ લામિચાનેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં ૧૭ વર્ષનો સંદિપ લામીચાને આઈપીએલમાં દિલ્હીની ટીમ વતી રમી રહ્યો છે.

(4:23 pm IST)