ખેલ-જગત
News of Thursday, 17th May 2018

સ્કોટલેન્ડ કાઉન્ટી લીગની મેચ નહીં રમી શકે શ્રીસંત

નવી દિલ્હી: ક્રિકેટર એસ શ્રીસંતને કોઈ રાહત મળી શકી નથી. કોર્ટે શ્રીસંતને સ્કોટલેન્ડ કાઉન્ટી લીગની મેચમાં રમવા માટે મંજુરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. શ્રીસંત સ્કોટલેન્ડ તરફથી રમવા માંગતો હતો.

શ્રીસંતે કોર્ટ સમક્ષ માંગ કરી હતી કે ભારતમાં નહી તો વિદેશમાં તેને રમવા માટેની મંજુરી આપવામાં આવે. શ્રીસંત તરફથી કહેવામાં આવ્યુ હતુ કે માત્ર ત્રણ મહીના સુધી જ આ લીગ ચાલવાની છે. જેથી તેની કાર્કિદીને ધ્યાનમાં રાખીને આ લીગમાં રમવા માટેની મંજુરી આપવામાં આવે. જ્યારે બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે નીચલી કોર્ટ તરફથી શ્રીસંતને સ્પોર્ટ્સ ફિક્સીંગ કેસમાં જે રાહત આપવામાં આવી હતી તે મામલો અત્યારે હાઈકોર્ટમાં પડતર છે. તેમજ તે કેસનો ચુકાદો જુલાઈ મહિના સુધીમાં આવે તેવી શક્યતા છે. જેથી જ્યાં સુધી કોર્ટનો ચુકાદો આવે નહી ત્યાં સુધી શ્રીસંત પર લગાવવામાં આવેલ પ્રતિબંધને હટાવી શકાય નહી.
આ ઉપરાંત શ્રીસંતે પોતાની સામે બીસીસીઆઈ દ્વારા મુકવામાં આવેલ આજીવન ક્રિકેટ રમવા પર પ્રતિબંધને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલ છે. અરજીમાં શ્રીસંતે રજુઆત કરી છે કે આ પ્રતિબંધ એક ખેલાડી તરીકે અને તેના સ્વમાનના મૌલીક અધિકારના ભંગ સમાન છે. મહત્વનુ છે કે આઈપીએલ સ્પોર્ટ્સ ફિક્સીંગ મામલે શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવેલ છે. હાઈકોર્ટે આ પ્રતિબંધ હટાવી લીધો હતો. જો કે પુનઃવિચારણા અરજી થતા ફરી પ્રતિબંધ મુકવામાં આવેલ છે. જે અંગે સુપ્રીમ કોર્ટમાં ઓગષ્ટ મહિનામાં સુનાવણી હાથ ધરાશે.

 

(3:53 pm IST)