ખેલ-જગત
News of Thursday, 17th May 2018

ડે-નાઈટ મેચ અંગે ભારતીય બોર્ડ અને ટીમની ટીકા કરતા કહી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માર્કે આવી વાત.....

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન માર્ક વોએ ભારતીય ક્રિકેટ બોર્ડ અને ટીમની ટીકા કરતા અશોભનીય કોમેન્ટ કરી છે કે ભારતને ઓસ્ટ્રેલીયાના પ્રવાસમાં અમારા બોર્ડ દ્વારા   બ્રિસ્બેનમાં ૬ ડિસેમ્બરથી રમાનાર પ્રથમ ટેસ્ટ ડે નાઈટ ટેસ્ટ તરીકે રમવાનું સુચન કર્યું હતું પણ અમારા સૌના આશ્ચર્ય  વચ્ચે ભારતીય બોર્ડે ડે નાઈટ ટેસ્ટ રમવાનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.

માર્ક વોએ કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા તેના દિવસ દરમ્યાનના ક્રિકેટને લીધે ઘટતી જાય છે ત્યારે આપણા સૌની તેણે ઉગારવાની  જવાબદારી બની રહે છે. સાંજે અને રાત્રે પ્રેક્ષકો તેઓના કામ પતાવીને મેચ જોવા આવી શકે તે ડે નાઈટ ટેસ્ટનોઆશય છે . માર્ક વોએ એમ પણ કહ્યું કે ભારતને કદાચ ડે નાઈટ વાતાવારણમાં હારી જવાનો ભય હશે પણ તે ખોટો છે કેમ કે હવે  તો તેઓ પાસે પણ ઉત્કૃષ્ટ ફાસ્ટ બોલરો છે. હવે ભારત માત્ર સ્પિનરો પર મદાર નથી રાખતું.

 

(3:53 pm IST)