ખેલ-જગત
News of Thursday, 17th May 2018

માસ્ટર્સ ટુર્નામેન્ટમાં નડાલે વિજયી શુભારંભ

નવી દિલ્હી: મોન્ટે કાર્લો અને બાર્સેલોનામાં રેકોર્ડ બ્રેકિંગ ટાઈટલ જીત્યા બાદ સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલને મેડ્રીડમાં ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો. જોકે રોમમાં શરૃ થયેલી ક્લે કોર્ટ પરની માસ્ટર્સ ટુર્નામેન્ટમાં નડાલે વિજયી શુભારંભ કરતાં ૬-૧, ૬-૦ થી બોસ્નીયાના ડામીર ઝુમ્હુરને હરાવ્યો હતો. આ સાથે નડાલે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચે પોઝિટીવ શરૃઆત કરી છે. તેણે બીજા રાઉન્ડમાં જ્યોર્જીયાના બાસીલાશ્વીલીને ૬-૪,૬-૨થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવી લીધું હતુ.

 

(3:52 pm IST)