ખેલ-જગત
News of Saturday, 17th April 2021

ટોકિયો ઓલિમ્પિકસ રદ્દ કે સ્થગિત નહીં થાયઃ આયોજકો

ટોકિયો તા. ૧૭: ટોકિયો ઓલિમ્પિકસના આયોજકોએ જાપાનમાં વધી રહેલા કોરોનાના કેસોના મામલે ઓલિમ્પિક રદ્દ થાય અથવા તો ફરી એકવાર સ્થગિત થવાની સંભાવનાઓને નકારી કાઢયું છે.

આયોજન સમિતિના અધ્યક્ષ સેઇકો હશિમોતોએ જણાવ્યું કે આયોજન સમિતિ ટોકિયો ઓલિમ્પિક રદ્દ કરવાનું વિચારી રહી નથી. જો કે જાપાનના મહાસચિવ નોશિહિરોએ કોરોનાના વધી રહેલા કેસો અંગે ઓલિમ્પિક રદ કરવાની શકયતા હોવાનું જણાવ્યું છે.

(3:06 pm IST)