ખેલ-જગત
News of Tuesday, 17th April 2018

અમારા સમયમાં બોલિંગ કરવી સરળ હતી:મુરલીધર

નવી દિલ્હી: પોતાની ફિરકીથી દુનિયાભરના બેટ્સમેનોને નચાવનાર મુથૈયા મુરલીધરનુ માનવુ છે કે તેમની યુવાવસ્થામાં બોલિંગ કરવુ સરળ હતુ જ્યારે ટી-૨૦ ક્રિકેટનુ ચલણ બહુ ઓછુ હતુ. 
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી સફળ બોલર મુરલીધરણે જણાવ્યુ કે, અમારા સમયમાં બોલિંગ કરવી ઘણી સરળ હતી. હવે ક્રિકેટનો વિકાસ થયો છે અને જેથી બોલિંગ કરવી સરળ નથી. અમે બહુ ટી-૨૦ મેચ નથી રમી અને ટેસ્ટ મેચોમાં બેટ્સમેનો એટલી સિક્સ નહતા મારતા જેટલી અત્યારે મારે છે. ટેસ્ટ ક્રિકેટમાં ૮૦૦ વિકેટ મેળવનાર મુરલીધરણે જણાવ્યુ કે, ૧૯૯૬માં વિશ્વકપ જીત જીતવો તેમના કરીયરની સર્વશ્રેષ્ઠ પળ હતી. આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદના બોલિંગ કોચ એવા મુરલીધરણનું કહેવુ છે કે હું ૧૯૯૬ વિશ્વકપ જીતને હંમેશા યાદગાર બનાવીને રાખુ છું કારણકે શ્રીલંકા ક્રિકેટ માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ હતું. સનરાઈઝર્સ માટે ક્ષણ ૨૦૧૬માં આવી જ્યારે તેમણે આઈપીએલ ટ્રોફી જીતી. 
મુરલીધરણ ઉપરાંત સનરાઈઝર્સના કેપ્ટન કેન વિલિયમ્સને પણ પોતાની જુની યાદોને વાગોળી, જ્યારે તે સચિન તેંડુલકરને પોતાના આદર્શ માનતો હતો. જ્યારે સનરાઈઝર્સના ઓપનર શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ બાદ પોતાના પારિવારીક વ્યવસાય સાથે જોડાઈ જવા અંગેની સંભાવના અંગે જણાવ્યુ.

(4:48 pm IST)