ખેલ-જગત
News of Tuesday, 17th April 2018

મોન્ટેકાર્લો માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં યોકોવિચની આસાન જીત

નવી દિલ્હી: પૂર્વ ટોચના ક્રમાંકિત નોવાક યોકોવિચે મોન્ટેકાર્લો માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં આસાન વિજય મેળવીને વર્ષ ૨૦૧૮ની ક્લે કોર્ટ સિઝનની શાનદાર શરૃઆત કરી છે. યોકોવિચે પ્રથમ રાઉન્ડમાં દુસાન લેજોવિક સામે -, -૧થી માત્ર ૫૭ મિનિટમાં વિજય મેળવ્યો હતો. ૧૨ ગ્રાન્ડસ્લેમ વિજેતા યોકોવિચનો ગત મહિને ઇન્ડિયન વેલ્સ અને મિયામી માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં પરાજય થયો હતો. જોકે, આજના મુકાબલા સાથે તેણે ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા. જેમાં તેણે સર્વ દરમિયાન માત્ર ત્રણ પોઇન્ટ ગુમાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ બાદ યોકોવિચનો પ્રથમ વિજય છે. બુધવારે બીજા રાઉન્ડમાં યોકોવિચ કોરિક સામે ટકરાશે. મોન્ટે કાર્લો માસ્ટર્સના આજના અન્ય મુકાબલામાં નિશિકોરીએ ૧૨મા ક્રમાંકિત બર્ડિચ સામે -, -, -૧થી, જાઇલ્સ મુલરે મેયર સામે -, -૪થી, રૃબ્લેવે હાસે સામે -(-), -, -૫થી, રાઓનિકે કેટારિના સામે -, -,-૩થી વિજય મેળવીને બીજા રાઉન્ડમાં આગેકૂચ કરી હતી. મોન્ટેકાર્લો માસ્ટર્સમાં રફેલ નડાલનો દબદબો રહ્યો છે અને તે ૧૧ વાર ચેમ્પિયન બની ચૂક્યો છે. ટોચનો ક્રમાંકિત નડાલ આવતીકાલે પ્રથમ રાઉન્ડમાં એલ્જાઝ બેદને અથવા મિર્ઝા બેસિક સામે ટકરાશે.

(4:47 pm IST)