ખેલ-જગત
News of Tuesday, 17th April 2018

નીદરલેન્ડ ફૂટબોલ લીગ ચેમ્પિયન બની પીએસવી ટીમ: અજાકસને 3-0થી આપી માત

નવી દિલ્હી: પીએસવી ઈંઢૉવેણાએ અજાકસને 3-0થી હરાવીને નીદરલેન્ડ ફૂટબોલ લીગ ચેમ્પિયન્શિપનો ખિતાબ પોતાનાં નામે કરી લીધો છે. ખિતાબ જીતવા માટે પીએસવીને માત્ર એક જીત જોઈતી હતી જે તેને અજાકસને હરાવીને મેળવી લીધી હતી. પીએસવીએ શરૂઆતીથી મેચમાં પોતાનો દબદબો કાયમ રાખ્યો હતો. ગ્સ્ટન પ્રેરીયોએ 23 મિનિટે ગોલ  કરીને ટીમને લીડ અપાવી લીધી હતી. ત્યાર પછી 38મી મિનિટે અને 54મી મિનિટે બીજા ગોલ  કરવામાં આવ્યા હતા. પીએસવીએ 31 મેચોમાં 80 અંક બનાવ્યા હતા. જયારે અજક્સે માત્ર 70 અંક બનાવ્યા હતા.

(4:47 pm IST)