ખેલ-જગત
News of Tuesday, 17th April 2018

રાજસ્થાન-કોલક્તા નાઇટની વચ્ચે મેચનો તખ્તો તૈયાર થયો

જયપુરમાં બુધવારના દિવસે રોમાંચક જંગ થશે : પોઇન્ટ ટેબલમાં કોલકત્તા ટીમ બીજા સ્થાન પર પહોંચી

જયપુર,તા. ૧૭ : ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. હવે આવતીકાલે આઇપીએલની ૧૫મી મેચ રમાશે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ઘરઆંગણે જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. જ્યારે દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલકત્તા નાઇઠ રાઇડર્સ પર હવે ફોર્મ ધરાવે છે. આ મેચનુ પ્રસારણ રાત્ર આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમ બીજા સ્થાને પહોંચી ગઇ છે. આ ટીમે ચાર મેચો પૈકી બેમાં હાર અને બેમાં જીતમેળવી હતી. રહાણેના નેતૃત્વમાં રાજસ્થાનની ટીમમાં પણ કેટલાક મજબુત ખેલાડી રહેલા છે.  અત્રે નોંધનીય છે કે, ગયા શનિવારના દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી.  કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમી રહ્યા નથી. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. મેચ દરમિયાન કોઇ અંધાધુંધી ન થાય તે માટે તમામ પગલા લેવામાં આવ્યા છે. રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં સંતોષજનક સ્થિતી હાલમાં ધરાવે છે. આ ટીમે ૬ણ મેચો રમી છે જે પૈકી બેમાં જીત થઇ છે. રહાણેના નેતૃત્વમાં આ ટીમમાં બેન સ્ટોક્સ જેવો મેચ વિનર ખેલાડી છે. જયપુરમાં મેચને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત બટલર પણ આ ટીમમાં છે.જો કે બેન સ્ટોક્સ અને બટલર હજુ સુધી અપેક્ષા મુજબની બેટિંગ કરી શક્યા નથી.  પરંતુ તેમની વચ્ચે જોરદાર તાલમેળ હોવાથી બન્ને ખેલાડી કોઇ પણ સમય ફોર્મ મેળવી લઇને જોરદાર દેખાવ કરી શકે છે. બીજી બાજુ કોલકત્તામાં રસેલ, રાણા, ઉથપ્પા હાલમાં જોરદાર ફોર્મમાં છે. સાથે સાથે કેપ્ટન કાર્તિક પોતે શાનદાર કેપ્ટનશીપ કરી રહ્યો છે.ઓસ્ટ્રેલિયન પૂર્વ ખેલાડી જોન્સન પણ હજુ અસરકારક બોલર તરીકે રહ્યો છે. તે ટીમમાં   સ્ટ્રાઇક બોલર તરીકે રહ્યો છે. વિનય કુમાર પર નજર રહેશે.

  બન્ને ટીમો નીચે મુજબ છે.

રાજસ્થાન રોયલ્સ : રહાણે (કેપ્ટન), અંકિત શર્મા, અનુરીતસિંહ, આર્ચર, બિન્ની, બિરલા, બટલર, ચામીરા, ચોપડા, એસ ગોપાલ, ગોથમ, કુલકર્ણી, લાગલીન, લોમરોર, એસ મિથુન, સેમસંગ, સક્સેના, બેનસ્ટોક, ત્રિપાઠી, ઉનડકટ, ઝહીર ખાન

કોલકાતા નાઇટ રાઇડર્સ : કાર્તિક (કેપ્ટન), ચાવલા, કુરેન, ડેલપોર્ટ, જગ્ગી, જ્હોનસન, કુલદીપ, લીન, નગરકોટી, નારેન, રાણા, રસેલ, સિયરલેસ, માવી, ગીલ, સિંહ, ઉથ્થપા, વિનયકુમાર, વાનખેડે.

(2:18 pm IST)