ખેલ-જગત
News of Monday, 16th April 2018

કઠુઆમાં ૮ વર્ષની બાળકીના ગેંગરેપ પર આ પાક. ક્રિક્ટરનો આક્રોશ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં વર્ષની કિશોરી સાથે સામૂહિક બળાત્કાર અને પછી તેની હત્યા સંદર્ભે નાગરિકોમાં ભારે આક્રોશ છે ત્યારે યુદ્ધ મેદાનમાં હવે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર કૂદી પડયા છે. તેમણે આરોપીઓને ફાંસી પર લટકાવવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, ધર્મ કોઈ પણ હોય પણ આવા આરોપીઓને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. 

 

શોએબ અખ્તરે ટ્વિટમાં લખ્યું, "હું જોઇ ખૂબ દુઃખી છું. હિન્દુ, મુસ્લિમ કોઇ પણ ધર્મની વાત હોય. અમારી દીકરીઓ છે. જેને આપણા શહેર-ગામમાં બેઈજ્જત કરવામાં આવે છે. ગુનેગારો સાથે આપણે કડકાઇથી વર્તવુ જોઇએ અને ગુનેગારો પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ નહીં. તેમને ફાંસી પર લટકાવી દેવા જોઈએ." શોએબ અખ્તરે વધુ એક ટ્વિટ મીડિયાને સંબોધીને કર્યુ છે. તેમણે ટ્વિટમાં લખ્યું, "ગેંગરેપ અંગે મીડિયાએ મહત્વની ભૂમિકા નિભાવી છે. હવે ભારતીય મીડિયાએ નિર્દોષ કિશોરીના સમર્થનમાં આગળ આવવુ જોઈએ. હું ભારતીય મીડિયા અને ભારત-પાકિસ્તાનના દરેક મહાનુભાવોના વખાણ કરુ છું." 

(5:00 pm IST)