News of Monday, 16th April 2018
હરિયાણા સરકાર કોમનવેલ્થ ગેમના રાજ્યના સુવર્ણ પદકોને 1.5 કરોડ આપશે ઇનામ
નવી દિલ્હી: કોમનવેલ્થ ગેમના સુવર્ણ પદક જીતનાર હરિયાણાના ખેલાડીઓને રાજ્ય સરકાર 1.5 કરોડ રૂપિયા ઈનામી પુરસ્કાર રાશિ આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
હરિયાણાના રમતમંત્રી અનિલ વીજે આ જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના 22 પદક વિજેતા ખેલાડીઓને શુભેચ્છા આપે છે જેમાં નવ સુવર્ણ, છ રજત અને 7 કાંસ્ય પદક વિજેતા છે. રજત પદક વિજેતાઓને 75 લાખ અને કાંસ્ય પદક વિજેતાઓને 50 લાખ રૂપિયા ઇનામ સ્વરૂપે આપશે. આ ઉપરાંત સુવર્ણ પદક વિજેતાઓને ક્લાસ એ, રજત પદક વિજેતાઓને ક્લાસ બી અને કાંસ્ય પદક વિજેતાઓને ક્લાસ સીની નોકરી આપશે.
(5:00 pm IST)