ખેલ-જગત
News of Monday, 16th April 2018

ગેઈલની તોફાની ઈનિંગ અને મુજીદની બોલીંગથી હાર્યા, રૈનાની ખોટ શાલી : ધોની

રોમાંચક મેચમાં પંજાબ સામે ચેન્નાઈ ૪ રને હાર્યુ

 

મોહાલી : મેચ હાર્યા બાદ ધોનીએ કહ્યું કે અમારી બેટીંગલાઈન નિષ્ફળ રહી. પરંતુ અમે ક્રિસ ગેઈલની તોફાની ઈનીંગ અને મુજીદની બોલીંગથી હાર્યા. આ બંને ખેલાડીઓથી મેચમાં ખૂબ અસર પડી. રવિન્દ્ર જાડેજાને બ્રાવો ઉપર બેટીંગમાં મોકલવાનું સારૂ સાબિત ન થયું. અમે વિચાર્યુ હતું કે જાડેજા લેફટી છે તેનો ફાયદો મળશે પણ ન મળ્યો. આજના મેચમાં રૈના હોત તો જરૂર ફાયદો મળત.

આ અગાઉ આઈપીએલની ૧૨મી ચોમાંચક મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે ચેન્નઈ સુપર કિંગ્સને ૪ રને હરાવ્યું છે. અંતિમ બોલ સુધી મેચ રોમાંચક બનેલી મેચમાં પંજાબે વિજય મેળવ્યો હતો ચેન્નઈના કેપ્ટન  ધોનીએ શાનદાર બેટિંગ કરી હતી. ધોનીએ ૪૪ બોલમાં ૭૯ રન બનાવ્યા હતા. તેણે ૬ ફોર અને ૫ સિકસ ફટકારી હતી.

કેપ્ટન ધોની અને રાયડુએ ૫૭ રનની ભાગીદારી કરી હતી. રાયડુ શાનદાર ફોર્મમાં હતો પરંતુ ઝડપી રન લેવાના ચક્કરમાં અશ્વિનના શાનદાર થ્રો દ્વારા તે રન આઉટ થયો હતો. રાયડુએ ૩૫ બોલમાં ૪૯ રન બનાવ્યા હતા. જેમાં ૫ ફોર અને ૧ સિકસનો સમાવેશ થાય છે. રાયડુના આઉટ થયા બાદ જાડેજા બેટિંગ કરવા માટે આવ્યો હતો. જાડેજા અને ધોની વચ્ચે પણ ૫૦ રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન ધોનીએ પોતાની અર્ધસદી પુરી કરી હતી. જાડેજા ૧૩ બોલમાં ૧૯ રન બનાવી આઉટ થયો હતો. (૩૭.૪)

(11:44 am IST)