News of Monday, 17th February 2020
એનબીએ ઓલ- સ્ટાર ગેમ એમવીપી એવોર્ડનું નામ આપવામાં આવ્યું કોબે બ્રાયન્ટ પરથી
અમેરિકન બાસ્કેટબોલ પ્લેયર કોબે બ્રાયન્ટના નિધન બાદ એનબીએ કલબો કોબેને શ્રદ્ધાંજલિ આપતાં પોતાની કલબના એક એવોર્ડમાં તેનું નામ ઉમેર્યું છે. હવે પછી 'ધી એનબીએ ઓલ- સ્ટાર ગેમ કોબે બ્રાયન્ટ એમવીપી એવોર્ડ'ના નામે ઓળખાશે. કોબે ૧૯૯૮થી ૨૦૧૬ સુધી સતત ૧૮ વર્ષ ઓલ સ્ટાર સિલેકશન માટે પંસદગી પામવાનો રેકોર્ડ ધરાવે છે. કોબેનું થોડા દિવસ પહેલાં એક હેલિકોપ્ટર- એકિસડન્ટમાં નિધન થયું હતું.
(3:41 pm IST)