ખેલ-જગત
News of Friday, 17th January 2020

ચાઇનામેન કુલદીપ યાદવે વનડેમાં 100 વિકેટ પૂર્ણ કરી : બનાવ્યો મોટો રેકોર્ડ : ટીમ ઇન્ડિયાની જીતના દ્વાર ખોલ્યા

સૌથી ઝડપી 100 વનડે આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર મોહહમદ શમી અને જસપ્રીત બુમરાહ બાદ ત્રીજો ખેલાડી બન્યો

રાજકોટ : ભારતના સ્ટાર ચાઇનામેન બોલર કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રાજકોટ વનડે મેચમાં મહત્વના સમયે બે વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાની જીતનો દરવાજો ખોલ્યો હતો. 

. કુલદીપ યાદવે વનડે આંતરરાષ્ટ્રીયમાં પોતાની 100 વિકેટ પૂરી કરી લીધી છે. કુલદીપ યાદવ ભારત માટે સૌથી ઝડપી 100 વનડે આંતરરાષ્ટ્રીય વિકેટ લેવાના મામલામાં ત્રીજા નંબર પર આવી ગયો છે. કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 38મી ઓવરમાં એલેક્સ કેરીને આઉટ કરીને આ સિદ્ધિ હાસિલ કરી હતી. 

 આ ઓવરમાં કુલદીપ યાદવે સ્ટીવ સ્મિથને 98 રન પર બોલ્ડ કરીને ટીમ ઈન્ડિયાની જીતનો દરવાજો ખોલ્યો હતો. સ્ટીવ સ્મિથ સદી ચુકી ગયો હતો. કુલદીપે 58 મેચ રમીને વનડે આંતરરાષ્ટ્રીયમાં પોતાની 100 વિકેટ પૂરી કરી છે. કુલદીપ પહેલા મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહનું નામ આવે છે. શમીએ 56 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમીને અને જસપ્રીત બુમરાહે 57 મેચ રમીને 100 વિકેટ હાસિલ કરી હતી.

(10:19 pm IST)