લારેસ પુરસ્કારમાં ટેનિસના દિગ્ગ્જ ખેલાડી ફેડરરને મળ્યા બે નોમિનેશન
નવી દિલ્હી: ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરરને 2018 લારેસ પુરસ્કારની બે ક્ષેણીમાં નોમિનેશન મળ્યું છે.આ પુરસ્કાર 27 ફેબ્રુઆરીને આપવામ આવશે. રમતોના ઓસ્કાર પુરસ્કાર કહેવાતા આ સન્માન માટે ખેલાડીઓની પસંદગી વિશ્વભરના રમત-જગતના પત્રકારો દ્વારા થાય છે.
ઘૂંટણની ઇજાથી સજા થઈને મેદાનમાં પાછા ફરેલા ફેડરર માટે આ સારા સમાચાર છે. લૉરેંસમાં ફેડરરનું નામ સર્વશ્રેષ્ઠ ખેલાડી તથા વર્ષમાં કોર્ટમાં પાછા ફરનાર ખેલાડીઓની યાદમાં આવ્યું છે. જોકે ફેડરર આ ખિતાબ ચાર વખત પોતાના નામે કરી ચુક્યો છે અને આ ખિતાબ તેના નામ પર થઇ જશે તો તો તે વિશ્વમાં સૌથી વધુ લૉરેંસ પુરસ્કાર જીતનાર ખેલાડી બની જશે.
વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીના આ પુરસ્કારની હરોળમાં ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પણ સામેલ છે. તેમની ટીમ રિયલ મેડ્રિડને પણ સ્વરશ્રેષ્ઠ ટીમના વર્ગમાં સામેલ થઇ છે.