રિટાયરમેન્ટનો નિર્ણય પાછો ખેંચવા માટે ડિવિલિયર્સ સાથે વાત કરશે કોચ બાઉચર
જોહનિસબર્ગ : સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના નવા નિમાયેલા કોચ માર્ક બાઉચર ટીમના સીનીયર પ્લેયર એ.બી. ડિવિલિયર્સ સાથે પોતાનો રિટાયરમેન્ટનો નિર્ણય પાછો ખેંચવાના મુદ્દે વાત કરશે, જેથી ડિવિલિયર્સ વર્લ્ડ ટી-૨૦ અને જેનાથી આગળ ક્રિકેટ રમી શકે.
બાઉચરે કહ્યું હતું કે જયારે તમે વર્લ કપ રમવા જાઓ ત્યારે સ્વાભાવિક રીતે તમે ઇચ્છો કે તમારો બેસ્ટ પ્લેયર તમારી ટીમ માટે રમે. જોકે મને એમ લાગે છે કે તે એક બ્રેસ્ટ પ્લેયર છે તો શા માટે હું તેની સાથે વાત ન કરી શકું? મને મારી જોબ હાલમાં જ મળી છે અને બીજા પણ કેટલાક પ્લેયરો સાથે મારે વાતચીત કરવી છે અને જોવું છે કે એ લોકો શું વિચારી રહ્યા છે. જો પ્લેયરોને કોઈ તકલીફ હોય તો એનો નિવેડો લાવી શકાય અને જયારે એ નિવેડો લાવવાથી સાઉથ આફ્રિકા ટીમને ફાયદો થતો હોય તો શા માટે વાત ન કરવી જોઈએ.