ખેલ-જગત
News of Monday, 16th December 2019

લોન્ગ ડિસ્ટન્સ રનીંગમાં બંગાળની શ્યામલી જીતી સિલ્વર મેડલ

બ્રેસ્ટ ટ્યુમર પણ તેને ન રોકી શકયુ...

ગોલ્ડ મેડાલીસ્ટ કિયાનજીત કૌર, સિલ્વર મેડલીસ્ટ શ્યામલી સિંહ અને બ્રોન્ઝ મેડલીસ્ટ આરતી પાટીલ.

કલકત્ત્।ા : ઘણી વાર પ્લેયરોને ઈજા હોવા છતાં તેઓ પોતાની ગેમ છોડતા નથી અને અડગ મતે પોતાનું બેસ્ટ પફોર્મ આપતા હોય છે. બંગાળની લોન્ગ ડિસ્ટન્સ રનર શ્યામલી સિંહે હાલમાં એવું એક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. ગઈ કાલે યોજાયેલી તાતા સ્ટીલ રપકે લોન્ગ ડિસ્ટન્સ રનિંગમાં શ્યામલી એક કલાક ૩૯ મિનિટ અને બે સેકન્ડમાં રનિંગ પૂરી કરીને સિલ્વર મેડલ જીતી છે.

વાસ્તવમાં બે વર્ષ પહેલાં શ્યામલીને બ્રેસ્ટ ટ્યુમર ડિટેકટ થયું હતું છતાં તેણે હાર માની નહોતી અને ૨૦૧૭ની મુંબઈ મેરથોનમાં ભાગ લીધો હતો. આ મુંબઈ મેરથોનમાં તેણે ૪૨ કિલોમીટરની રનિંગ ૩ કલાક ૦૮ મિનિટ અને ૪૧ સેકન્ડમાં પૂરી કરી હતી. શ્યામલીના કોચ તેના પતિ છે અને રનિંગમાં જીતેલી પ્રાઇઝ-મનીનો ઉપયોગ તે પોતાની ટ્રીટમેન્ટ માટે કરવા માગે છે. જોકે તે ૫૦૦૦ મીટર, ૧૦,૦૦૦ મીટર અને ૧૦ કિલોમીટર, રપ કિલોમીટર, હાફ અને ફુલ મેરથોનમાં ભાગ લેતી રહેશે. આ રેસમાં કિયાનજીત કૌરે ગોલ્ડ મેડલ અને આરતી પાટિલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

(3:31 pm IST)