બેન સ્ટોક્સે જીત્યો સ્પોર્ટસ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ
ઇંગ્લેન્ડને પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને મોટું સમ્માન મળ્યું છે. બેન સ્ટોક્સને સ્પોર્ટસ પર્સનાલિટી ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેની સાથે તે પાંચમાં અને એન્ડ્યું ફિલન્ટોફ બાદ આ સમ્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ક્રિકેટર બની ગયા છે. એન્ડ્યું ફિલન્ટોફે ૨૦૦૫ માં આ પુરસ્કાર જીત્યો હતો
. ઇંગ્લેન્ડ ટીમના આ સ્ટાર ઓલરાઉન્ડરને વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ન્યુઝીલેન્ડ સામે રમાયેલ ફાઈનલને ઇંગ્લેન્ડે નાટકીય અંદાજમાં જીતી હતી. સુપર ઓવર ટાઈ રહ્યા બાદ બાઉન્ડ્રીના આધારે ઇંગ્લેન્ડે ટાઈટલ જીત્યું હતું. જ્યારે બેન સ્ટોક્સે ઓસ્ટ્રેલિયા સામે એશીઝ ટેસ્ટ મેચમાં અણનમ ૧૩૫ રન બનાવી ઇંગ્લેન્ડને એક વિકેટથી જીત અપાવી હતી.