ખેલ-જગત
News of Sunday, 16th December 2018

હોકી વિશ્વકપ :ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 8-1થી હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો :ત્રીજું સ્થાન હાંસલ

ભુવનેશ્વરઃ ટોમ ક્રેગના ત્રણ ગોલની મદદથી છેલ્લા બે વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ  ઈંગ્લેન્ડને 8-1થી હરાવીને હોકી વિશ્વકપમાં ત્રીજુ સ્થાન હાસિલ કર્યું છે. ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતથી આક્રમક  હોકી રમી હતી.તેણે પ્રથમ ક્વાર્ટરમાં બે ગોલની લીડ મેળવી લીધી હતી, જેનાથી ઈંગ્લેન્ડ દવાબમાં આવી ગયું અને અંત સુધી આ દબાવ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે ક્રેગે હેટ્રિક લગાવતા 9મી, 19મી અને 34મી મિનિટમાં ફીલ્ડ ગોલ કર્યો હતો. તો બ્લૈક ગોવર્સે 8મી મિનિટમાં પ્રથમ ગોલ કરીને ઓસ્ટ્રેલિયાને લીડ અપાવી હતી. ટ્રેંટ મિટને 32મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ટીમનો સ્કોર 4-0 કરી દીધો હતો. 

તેની બે મિનિટ બાદ ઓસ્ટ્રેલિયાએ સતત બે ગોલ કરીને મોટી જીત પાક્કી કરી લીધો હતો. ટિમ બ્રાંડ અને ક્રેગે આ ગોલ કર્યા હતા. ઈંગ્લેન્ડ માટે એકમાત્ર ગોલ ત્રીજા ક્વાર્ટરની છેલ્લી મિનિટમાં બૈરી મિડિલટને કર્યો હતો. ઓસ્ટ્રેલિયાને છેલ્લી ત્રણ મિનિટમાં મળેલી બે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને જેરેમી હૈવર્ડે 8-1થી જીત નક્કી કરી હતી

(8:42 pm IST)