ખેલ-જગત
News of Friday, 16th November 2018

સાનિયા મિર્જાએ પતિ અને બાળક સાથે ઉજવ્યો 32મોં જન્મદિવસ

નવી દિલ્હી:ભારતની ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા આજે પોતાનો 32મો જન્મદિવસ મનાવ્યો. સાનિયા માટે આ જન્મદિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે માતા બન્યા બાદ આ તેનો પહેલો જન્મદિવસ છે. સાનિયાના આ ખાસ દિવસનું ખાસ સેલિબ્રેશન પણ થયું. રાત્રે પતિ શોએબ મલિક અને બહેન અનમ મિર્ઝાએ જોરદાર મસ્તી સાથે સાનિયાના બર્થડેનું સેલિબ્રેશન કેક કટિંગ કરીને કર્યું. આ અવસર પર તેના સંબંધી અને મિત્રો હાજર રહ્યા હતા. સાનિયાએ 30મી ઑક્ટોબરના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. સાનિયા અને શોએબના દીકરાનું નામ ઇજહાન મિર્ઝા મલિક છે. પ્રેગનેન્સી બાદથી સાનિયા મિર્ઝા ટેનિસ કોર્ટથી દૂર છે. હાલ તે પોતાના પતિ અને પરિવારની સાથે ક્વોલિટી સમય પસાર કરી રહી છે. તાજેતરમાં જ શોએબ મલિકે પણ ટી10 લીગથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. શોએબે કહ્યું કે તે પોતાની પત્ની અને બાળકની સાથે સમય પસાર કરવા માંગે છે અને આથી તેઓ ટી10 લીગમાં આ વખતે ભાગ લેશે નહીં. સાનિયા મિર્ઝાના જન્મદિવસનો જશ્ન કંઇક અલગ જ હતો.

 

(3:56 pm IST)