ખેલ-જગત
News of Friday, 16th November 2018

વર્લ્ડકપ સુધી હવે ટીમમાં કોઈ પ્રયોગ નહિં કરાય : રવિ શાસ્ત્રી

ભારતના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, હવે વર્લ્ડકપ પહેલા રમાનારી ૧૩ વન-ડેમાં ભારતની ટીમમાં કોઈ પ્રયોગ કરવામાં નહિં આવે અને વર્લ્ડકપ માટે જે ૧૫ ખેલાડીઓ ઈંગ્લેન્ડની ફલાઈટ પકડવાના છે એ જ ખેલાડી ટીમમાં રહેશે. તેણે કહ્યું હતું કે ગ્રેસ પીરીયડ હવે પૂરો થઈ ગયો છે. હવે સમય આવી ગયો છે કે રમત પર ધ્યાન કેન્દ્રીત કરીએ અને એક યુનિટ બનીને રમીએ. આશા છે કે કોઈ ઈજા ન થાય જેથી વિકલ્પ માટે બીજે જોવુ ન પડે. હવે વર્લ્ડકપ પહેલા વધારે વન-ડે બાકી નથી અને ફકત ૧૩ વન-ડે બાકી છે એથી અમે શ્રેષ્ઠ ટીમ કોમ્બીનેશન ઉતારીશુ. ૧૩ વન-ડેમાં સૌથી પહેલા ભારત આવતા વર્ષે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ૩ વન-ડેની સીરીઝ, ન્યુઝીલેન્ડમાં પાંચ વન-ડેની સીરીઝ અને ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે પાંચ વન-ડેની સીરીઝ રમશે. ભારત વર્લ્ડકપની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે પાંચ જૂને રમાશે.

(3:19 pm IST)