ખેલ-જગત
News of Friday, 16th November 2018

ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતની મહિલા ટીમની જીતની હેટ્રીક : સેમીફાઈનલમાં પ્રવેશ

ભારત ૧૪૫ : આયરલેન્ડ ૯૩/૮ : મિતાલી રાજ મેન ઓફ ધ મેચ

ગયાના : ભારતની મહિલા ક્રિકેટ ટીમે ટી-૨૦ વર્લ્ડકપમાં ગ્રુપ-બીમાં ગઈકાલે આયર્લેન્ડને ૫૨ રને હરાવી જીતની હેટ્રીક લગાવી અને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. મેન ઓફ ધ મેચ મિતાલી રાજની ફીફટી (૫૧ રન)ની મદદથી ભારતે આયરલેન્ડ સામે ૧૪૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આયરલેન્ડની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૯૩ રન જ બનાવી શકી હતી.

ભારતના રાધા યાદવે ૩ અને દિપ્તી શર્માએ બે વિકેટ લીધી હતી. આયરલેન્ડની વિકેટો નિરંતર ક્રમે પડતી રહેતી હતી.

આ અગાઉ આયરલેન્ડે ટોસ જીતી ભારતને દાવ આપતા મિતાલી અને સ્મૃતિ મંધાના વચ્ચે ઓપનીંગમાં ૬૭ રનની ભાગીદારી થઈ હતી. ટીમના મધ્ય અને નિચલી હરોળના બેટ્સમેનોએ પણ સારી બેટીંગ કરતા સ્કોર ૧૪૫ રન સુધી લઈ ગયા હતા.

(3:19 pm IST)