ખેલ-જગત
News of Tuesday, 16th October 2018

વિરાટ કોહલીએ કર્યા પૃથ્વી શોના વખાણ

નવી દિલ્હી:વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝથી ટીમ ઈન્ડિયામાં પોતાની કારકિર્દી શરૂ કરનારા યુવા ઓપનિંગ ખેલાડી પૃથ્વી શોના વખાણ ચારેતરફ થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ તેના વખાણ કરે છે. ખાસ કરીને ખેલાડીનું મહત્ત્વ ત્યારે વધી જાય છે જ્યારે ટીમનો સુકાની તેના વખાણ કરે. તાજેતરની સિરીઝ પછી વિરાટ કોહલી પોતાના યુવા ઓપનર પૃથ્વી શો ઉપર આફરિન થઈ ગયો છે. તેણે જણાવ્યું કે, પૃથ્વીએ નાની ઉંમરે પણ મેચ્યોર ખેલાડી જેવી રમત દાખવી છે. તે જે ઉંમરે આવું રમે છે તે ઉંમરે અમે ૧૦ ટકા પણ રમી શકતા નહોતા.  કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં પૃથ્વીને અને બોલિંગમાં ઉમેશ યાદવને સ્થાન આપવાના સંકેત આપી દીધા છે. ભારતીય ટીમના સુકાની કોહલીએ જણાવ્યું કે, ૧૮-૧૯ વર્ષની ઉંમરે તે જે રીતે રમે છે તેના તો અમે ૧૦ ટકા પણ નહોતા. મને નથી લાગતું અમારા જેવા ખેલાડીઓ ઉંમરે તેનું દસ ટકા પણ રમી શકતા હતા. આવા નીડર અને મજબૂત ખેલાડીની ટીમમાં હાજરી ઘણી મહત્ત્વની પુરવાર થાય છે.

(4:59 pm IST)