News of Thursday, 16th August 2018
સિનસિનાટી ઓપનમાંથી બહાર થઇ મુગુરુજા
નવી દિલ્હી: સ્પેનની સ્ટાર ટેનિસ ખેલાડી અને સિનસિનાટી ઓપનની ગયા વર્ષની વિજેતા ગારબીને મુગુરુજાએ હરાવીને યુક્રેનની લેસિયા સુરેકોએ જીત મેળવી છે. સુરેકોએ બે કલાક સુધી ચાલેલ મુકાબલામાં વર્લ્ડ નંબર 9 મુગુરુજાને 2-6,6-4,6-4થી હરાવીને સિનસિનાટી ઓપનમાંથી બહાર કરી દીધી છે. આ જીતની સાથે સુરેકોએ અંતિમ-16માં સ્થાન મેંદી લીધું છે. હવે તેની ટક્કર રશિયાની એકાટેરિના માકારોવા સાથે થશે.
(5:56 pm IST)