News of Thursday, 16th August 2018
ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ઝઘડાના આરોપમાંથી મળી મુક્તિ, ત્રીજી ટેસ્ટમાં સામેલ
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સને મંગળવારે ઝગડાના આરોપમાંથી મુક્તિ મળી ગઈ છે. ત્યારે હવે ભારત અને ઈંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં બેન સ્ટોક્સને સામેલ કરવામાં આવ્યો છે. બેન સ્ટોક્સની વાપસીના હિસાબે હવે ઈંગ્લેન્ડ ટીમ વધુ મજબુત બની છે. ઉલ્લેખનીય છે કે કોર્ટમાં ચાલી રહેલા મામલાને કારણ સ્ટોક્સ ઈંગ્લેન્ડ ટીમની બહાર રહ્યો હતો.
(1:48 pm IST)