ખેલ-જગત
News of Tuesday, 16th July 2019

સ્ટોકસે શેમ્પેનની બોટલ ખોલી અને મોઈન અલી - આદિલ રશીદ ભાગી ગયા...

વર્લ્ડકપની ચેમ્પિયન બનેલી યજમાન ટીમ ઈંગ્લેન્ડે જીતની ઉજવણી કરવા જેવી શેમ્પેનની બોટલ ખોલી કે ખુણામાં ઉભેલા મોઈન અલી અને આદિલ રાશીદ ત્યાંથી ભાગી ગયા હતા. મેન ઓફ ધ મેચ બનેલો બેન સ્ટોકસ જોરદાર સેલીબ્રેશનમાં મૂડમાં ટીમ જયારે વર્લ્ડકપ સાથે ફોટો પડાવી રહી હતી ત્યારે સ્ટોકસે શેમ્પેનની બોટલ ખોલી નાખી હતી. આ જોતાની સાથે જ મોઈન અલી અને આદિલ રાશીદ ત્યાંથી ભાગી ગયા હતા, જેથી આલ્કોહોલ તેમના શરીર પર ન પડે. ઈસ્લામમાં દારૂને હાથ લગાડવાની પાબંદી હોવાથી આ બંને પ્લેયરો સેલીબ્રેશનમાંથી ખસી ગયા હતા.

(3:57 pm IST)