ખેલ-જગત
News of Monday, 16th July 2018

ગોલ્ડન ગર્લ મનુ ભાકરે શૂટીંગ સ્પર્ધામાં જીત્યા કુલ ૪ ગોલ્ડ

ભારતે કુલ ૧૧ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૬ બ્રોન્ઝ જીત્યા

ગોલ્ડન ગર્લ મનુ ભાકરે ફરીથી દેશનું નામ રોશન કર્યુ છે. શૂટર મનુ ભાકરે ચેક રિપબ્લિકની પિલ્સન સીટીમાં ચાલી રહેલી જુનિયર વર્લ્ડકપ મીટીંગ ઓફ હોપ્સ ગેમ્સમાં ૧૦ મીટર એર પિસ્ટલ મિકસ્ડ સ્પર્ધામાં અનમોલ જૈન સાથે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ સાથે આ સ્પર્ધામાં તેણે કુલ ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે. ગઈકાલે પૂર્ણ થયેલી આ સ્પર્ધામાં ભારતે ૧૧ ગોલ્ડ, સાત સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. મનુએ ૨૫ મીટર સ્પોટ્ર્સ પિસ્ટલ ઈન્ડિવિજ્યુઅલ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. મનુએ છેલ્લા એક વર્ષની અંદર વિશ્વ સ્તર પર આ બારમો મેડલ જીત્યો છે. તે આવતીકાલે ભારત પાછી ફરશે ત્યારે દિલ્હી એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

(3:42 pm IST)