ખેલ-જગત
News of Monday, 16th July 2018

ગોલ્ડન ગ્લવ વોઝવોદિના યૂથ બોક્સિંગ ટૂર્નામેન્ટમાં ભારતીય બક્સરોનું શાનદાર પ્રદર્શન

નવી દિલ્હી: ભારતીય બોક્સરોનું સર્બિયાના સુબોટિકામાં ચાલી રહેલ ગોલ્ડન ગ્લવ વોઝવોદિના યૂથ બોક્સિંગ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન યથાવત રહ્યુ અને દેશના બોક્સરોએ ત્રીજા દિવસે સેમીફાઈનલમાં પહોંચીને મેડલ પાકા કરી લીધા છે. બોક્સર પૈકી મહિલા અને પુરુષ બોક્સર છે. જ્યારે એક બોક્સર આસ્થા પાહવા (૭૫ કિલોગ્રામ) ગત રાત્રે રમાયેલ ક્વાર્ટર ફાઈનલ તબક્કામાં બહાર થઈ ગઈ. નીતૂ (૪૮ કિલોગ્રામ), દિવ્યા પાવર (૫૪ કિલોગ્રામ), જ્યોતિ (૫૧ કિલોગ્રામ), અનામિકા (૫૧ કિલોગ્રામ), સાક્ષી (૫૭ કિલોગ્રામ) અને મનીષા (૬૪ કિલોગ્રામ) મહિલાઓના ડ્રોમાં મેડલ તબક્કામાં પ્રવેશ કર્યો. 

 

મહિલા વર્ગની શરુઆત નીતૂની બાઉટથી થઈ જેણે થાઈલેન્ડની નિલાડા મીકોનને હાર આપી. દિવ્યાએ પણ હંગરીની બેટિના કિસ પર - અને સાક્ષીએ ક્રોએશિયાની નિકોલિના કાસિચ પર આજ અંતરથી જીત મેળવી. 
જ્યોતિને ઈટલીની જોર્જિયા રાસે પડકાર આપ્યો પરંતુ અંતમાં તેણે -૧ના સ્કોરથી જીત મેળવીને સેમીફાઈનલમાં પહોંચી પોતાનુ મેડલ પાકુ કરી લીધુ. જ્યારે પુરુષોમાં બરુણ, ભાવેશ અને વિજયદીપે પોતપોતાની મેચમાં પોતાના હરીફને હરાવી સેમીફાઈનલમાં સ્થાન પાકુ કરી લીધુ છે.

(3:35 pm IST)