વિશ્વ કપ માટે ભારતીય મહિલા હોકી ટીમ લંડન રવાના
નવી દિલ્હી: અનુભવી ફોરવર્ડ રાનીની અનુગાઇમાં ભારતીય મહિલા હોકી ટીમ લંડનમાં 21 જુલાઈથી 5 ઑગસ્ટ સુધી રમાનાર મહિલા વિશ્વ કપ હોકી ટુર્નામેન્ટ માટે રવાના થઇ ગઈ છે. 18 સભ્યોની ભારતીય ટીમની ગોલકીપર સવિતા ટીમની ઉપક્પ્તાન છે. લંડનમાં 21 જુલાઈથી શરૂ થનાર ટુર્નામેન્ટમાં ભારત મેજબાન ટીમ તથા દુનિયાની બીજા નંબરનીteam ઇંગ્લેન્ડ, સંતમાં નંબરણીની અમેરિકા અને 16માં નંબરની આયર્લેન્ડ સાથે ગ્રુપ બીમાં હશે.ભારતની ટીમ વિશ્વ રેન્કિંગમાં 10માં નંબર છે. ભારતનો પહેલો મુકાબલો 21 જુલાઈના મેજબાન ટીમ અને ઓલમ્પિક ચેમ્પિયન ઇંગ્લેન્ડ સાથે થશે. ઇંગ્લેન્ડની ટીમે ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં કાંસ્ય પદકના મુકાબલામાં માત આપી હતી. ભારતીય ટીમમાં માત્ર રાની અને દીપિકા જ વિશ્વ કપની અનુભવી છે અને બાકી બધી ખેલાડી પહેલીવાર વિશ્વ કપ રમી રહી છે.